Beej se bajar tak
 खोजें
 / 
 / 
સર્પગંધા : નીંદણ અને રોગો પર નિયંત્રણ ની વિધિ

સર્પગંધા : નીંદણ અને રોગો પર નિયંત્રણ ની વિધિ

लेखक - Lohit Baisla | 9/5/2022

સર્પગંધા એક સુગંધિત મૂળ વાળી ઔષધિ છે, જે ઘા, તાવ, પેટ માં દુખાવો, અનિંદ્રા, ઉચ્ચ રક્તચાપ, મીરગી અને મગજ ના રોગો વગેરે માં લાભકારી સાબિત થઈ છે. સર્પગંધા ના છોડ ની ઊંચાઈ 1.5 મીટર સુધી ની હોય છે, સાથેજ પાન ની લંબાઈ 8 થી 15 સેમી સુધી હોય છે. સર્પગંધા ની ખેતી થી દર એકર માં 30 કિલોગ્રામ બીજ મેળવી શકાય છે, જે બજાર માં આશરે 3 હજાર થી 4 હજાર પ્રતિ કિલોગ્રામ ની દરે વેચવા માં આવે છે. બજાર માં સારી કિમત અને ઘણી જાત ની દવાઓ માં ઉપયોગ થવાને લીધે સર્પગંધા ની ખેતી ખેડૂતો માટે લાભદાયક હોય છે. પરંતુ ઘણી જાત ની નીંદણ અને રોગો નો પ્રકોપ નુકસાન નું એક મોટું કારણ બને છે. નીંદણ નો પ્રકોપ પાક ની શરૂઆત માં વધારે જોવા મળે છે. આ ખેતર માં પૂરી રીતે પ્રસરી પાક ને સંપૂર્ણ રીતે આવરી લે છે જેથી છોડ નાની અવસ્થા માંજ મરી જાય છે. પાક ની સારી ઉપજ માટે અને વધારે નફા માટે નીંદણ અને રોગો નો નિયંત્રણ કરવું જરૂરી છે. આના થી સંકળાયેલી વધારે માહિતી માટે આ પોસ્ટ ને પૂરું વાંચો.

સર્પગંધા માં નીંદણ નિયંત્રણ

  • છોડો ને રોપ્યા પછી 15 થી 20 દિવસ ની અંદર નીંદામણ કરો.

  • શરૂઆત માં ફૂલ લાગવા ને લીધે મૂળો નો વિકાસ નથી થતું. તેથી આમને કાપી દો.

  • વરસાદ ના મોસમ માં 2 થી 3 વાર ખેતર ની નીંદામણ કરો.

  • બીજા મોસમ માં જરૂરિયાત મુજબ નીંદામણ કરો.

સર્પગંધા માં લાગનારા અમુક પ્રમુખ રોગો ઉપર નિયંત્રણ

  • પાન ઉપર ડાઘ રોગ : આ રોગ થી પાન ના ઉપરી અને નીચે ની સપાટી ઉપર ભૂરા કલર ના ડાઘ પડી જાય છે. પાન પહેલા પીળું થાય અને તે પછી સૂકી ને પડી જાય છે. તેના નિવારણ માટે 150 લિટર પાણીમાં 400 ગ્રામ ડાયથેન એમ-45 ભેળવી છંટકાવ કરવો.

  • મૂળ નો સડો : આ રોગ માયલોડોગિન ઇન્કોગ્નિટા માયલોઇડોગિન હાપ્લા થી થાય છે. આ રોગ મૂળ ના સડવા નું કારણ બને છે અને છોડ અને પાંદડાઓ નો વિકાસ ધીમો પાડે છે. આના નિયંત્રણ માટે, 3 જી કાર્બોફયુરાન 10 કિગ્રા અથવા 10 જી ફોરેટ ગ્રેન્યુલ્સ 5 કિગ્રા પ્રતિ એકર નાખો.

  • ઘેરી ભૂરી ફોલ્લીઓ: આ રોગ ને કારણે પાંદડા પર બ્રાઉન ફોલ્લીઓ દેખાવા લાગે છે. આનાથી બચવા માટે 30 ગ્રામ બ્લિટોક્સ પ્રતિ એકર ખેતર માં 10 લિટર પાણી માં ભેળવી છંટકાવ કરવો.

આ પણ વાંચો:

ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂત આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.

0 लाइक और 0 कमेंट
यह भी पढ़ें -
संबंधित वीडियो -
स्पाईरुलीना की खेती में कितना मुनाफा?

कृषि विशेषज्ञ से मुफ़्त सलाह के लिए हमें कॉल करें

farmer-advisory

COPYRIGHT © DeHaat 2022

Privacy Policy

Terms & Condition

Contact Us

Know Your Soil

Soil Testing & Health Card

Health & Growth

Yield Forecast

Farm Intelligence

AI, ML & Analytics

Solution For Farmers

Agri solutions

Agri Input

Seed, Nutrition, Protection

Advisory

Helpline and Support

Agri Financing

Credit & Insurance

Solution For Micro-Entrepreneur

Agri solutions

Agri Output

Harvest & Market Access

Solution For Institutional-Buyers

Agri solutions

Be Social With Us:
LinkedIn
Twitter
Facebook